Hajj Yatra 2024: હજ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણો આ નિયમો, નહીં તો લાગશે 11 લાખ રૂપિયાનો દંડ

Hajj Yatra 2024: વિઝિટર વિઝા ધરાવતા વિદેશીઓ માટે સરકારે મક્કા શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, એટલે કે, જેમની પાસે વિઝિટર વિઝા છે તેઓ મક્કાની યાત્રા કરી શકશે નહીં.

 જો તમે હજ યાત્રા પર જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે સાઉદી અરબ સરકાર હજ યાત્રાને લઈને મોટા નિર્ણયો લઈ રહી છે. હવે સરકારે મક્કા શહેરમાં વિઝિટર વિઝા ધરાવતા વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, એટલે કે જેમની પાસે વિઝિટર વિઝા છે તેઓ મક્કાની યાત્રા કરી શકશે નહીં. સાઉદી પ્રેસ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલયે મુલાકાતીઓના વિઝા ધારકોને હજની મંજૂરી આપી નથી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તે 23 મેથી લાગુ થઈ ગઈ છે અને 21 જૂન સુધી ચાલશે. સાઉદીના રહેવાસીઓએ પણ ૪ જૂનથી મક્કામાં પ્રવેશવાની પરમિટ બતાવવી પડશે. સાઉદીના લોકોને પણ પરમિટ વગર મક્કામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સરકારે કહ્યું કે, નોંધાયેલા યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લાગુ કરવામાં આવી રહ્યા છે.

સરકારે છેતરપિંડીથી બચવા માટે તેમની સાથે ઓળખપત્ર રાખવાની સલાહ પણ આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, જો તમે હજ સાથે સંબંધિત કંઈપણ ખરીદવા માંગતા હો, તો તેને સરકાર માન્ય દુકાનોમાંથી ખરીદો, કારણ કે આવી સ્થિતિમાં છેતરપિંડી કરનારાઓ ખૂબ સક્રિય થઈ જાય છે. સરકારે હજયાત્રીઓને તેમના ઓળખકાર્ડ સાથે રાખવાની સલાહ પણ આપી છે. અધિકારીઓનું કહેવું છે કે લાખો મુસાફરોને સુરક્ષા અને સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકો પોતાની હજ યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકે. જણાવી દઈએ કે આ વખતે દુનિયાભરમાંથી 20 લાખથી વધુ મુસલમાન સાઉદી પહોંચવા જઈ રહ્યા છે. દેશની અલગ અલગ સંસ્થાઓ હજ કરાવવામાં લાગી છે. સાઉદી અરેબિયાની સરકારે પણ આ વર્ષે હજના નિયમો કડક કર્યા છે.

જો કોઈ પરમિશન વગર મુસાફરી કરતું જોવા મળશે તો સરકાર તેના પર દંડ લાદશે. સઉદીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરમિશન વગર હજ કરવા બદલ 50 હજાર રિયાલ એટલે કે ભારતીય ચલણમાં આશરે 11 લાખનો દંડ ફટકારવામાં આવશે, તેથી પવિત્ર સ્થળો પર પ્રવેશ માટે નુસુક કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA

Leave a Comment

READ MORE

READ MORE