રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TV9 પાસેથી TRP ગેમઝોન દુર્ઘટનાને લઇને Exclusive માહિતી સામે આવી છે. નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 8:30 વાગ્યા સુધી મળેલી માહિતી મુજબ 24 લોકોના મોત થયા છે. જોકે આ ઘટના કયા કારણ થી બની તેને લઈ મોટી માહિતી સામે આવી છે.
રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ફેલાયો બાદમાં ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે ધારણ કર્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.
રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 22 લોકોના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં બે બાળકો સહિત 22 લોકોના મોત થયા છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
તમારો પગાર 25,000 છે તો થોડા સમયમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા થશે, જાણો સ્માર્ટ રીત
ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે.
રિલાયન્સ રિટેલ જિયો ફાઇનાન્શિયલ સાથે 36,000 કરોડ રૂપિયાની ડીલ કરશે
મહત્વનું છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. TRP ગેમઝોનમાં આગની ઘટના વિશે મુખ્યપ્રધાને માહિતી લીધી. રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી મેળવી.
CM ભૂપેન્દ્ર પટેલે આગની ઘટના અંગે તાગ મેળવ્યો. સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય કવાયત કરવા આદેશ અપાયા છે. ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ કરાયો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA