રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા દર્દીઓની સેવા માટે શરૂ કરાયો ખાસ પ્રોજેકટ

સંપૂર્ણપણે નિ:શુલ્ક દાંતના રોગોનું નિદાન કરાશે : 400 જેટલા દર્દીઓને વિનામૂલ્યે દાંતના ચોકઠાં બનાવી અપાશે

ડેન્ટલ હાઈજીન વિશેની માહિતી માટે ટોક યોજાશે

રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન કે જે આશરે છેલ્લા 25 વર્ષોથી રાજકોટમાં સમાજ સેવા માટે અગ્રેસર રહ્યું છે તેમના દ્વારા વધુ એક વાર આશરે 38 લાખના ખર્ચે એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યુ છે કે જેમાં દાંતના રોગો ધરાવતા દર્દીઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક નિદાન કરી આપવામાં આવશે. 400 જેટલા દર્દીઓને વિનામૂલ્યે દાંતના ચોકઠાં બનાવી આપવામાં આવશે.100 જેટલા દર્દીઓને રુટ કેનાલ કરી આપવામાં આવશે. તેમજ 6000-7000 શાળા ના વિદ્યાર્થીઓને ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટ ધરાવતી કીટનું વિતરણ કરી તેમને ડેન્ટલ હાઈજીન વિશેની માહિતી માટે ટોક યોજવામાં આવશે. આ પ્રોજેકટનો કુલ ખર્ચ આશરે 32 લાખ રૂપિયા છે અને આ પ્રોજેક્ટ 1 વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે. આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન લલિતાલય હોસ્પિટલમાં બીજી સુવિધાઓ જેમ કે અતિ આધુનિક ઇકવિપમેન્ટ અને ફૂલ ટાઈમ પેથોલોજિસ્ટ ધરાવતી લેબોરેટરી કે જ્યાં લોહી અને પેશાબના દરેક રિપોર્ટ થશે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA

Leave a Comment

READ MORE

READ MORE