ગુજરાત સહિત સાત રાજ્યોમાં પાંચ દિવસ રેડઍલર્ટ: હિટવેવના કારણે ત્રાહિમામ, અમદાવાદમાં પારો 46ને પાર

IMD Weather Heatwave Alert: ભારતમાં હાલ કાળઝાળ ગરમી છે. એવામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જયારે હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ ગરમી રહેતા રેડ એલર્ટ જરી કર્યું છે.

રાજસ્થાનના બાડમેર સતત બીજા દિવસે પણ 48 ડિગ્રીથી ઉપર તાપમાન

રાજસ્થાનમાં ગુરુવારે લૂ અને ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. જયારે બાડમેરમાં સતત બીજા દિવસે પણ 48 ડિગ્રીથી ઉપર તાપમાન રહ્યું હતું. જેસલમેર પાસે આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ આગ લાગી તો રાયસીનો મૃતદેહ કેમ ન સળગ્યો?

સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી 

જેના કારણે રાજસ્થાનમાં સરકારી હોસ્પિટલોના તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને નોઇડા અને ગ્રેટર નોઇડાની તમામ સ્કૂલમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે.

6 વખતના આઈપીએલ વિજેતાએ જાહેરમાં આરસીબીને ચીડવ્યું

ગુજરાતમાં ભયંકર ગરમી, રેડ એલર્ટ 

ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે. રાજ્યના વધુ પડતા વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી હતી. જે અનુસાર અમદાવાદમાં બે દિવસ સુધી ગરમી રહેશે. હજુ રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં 25 મે સુધી તાપમાન 45 ડિગ્રી રહેવાની ચેતવણી જારી કરી છે.

રાજસ્થાનમાં આવતીકાલથી 9 દિવસ આકરી ગરમી : 22 જિલ્લામાં રેડ એલર્ટ 

રાજસ્થાનમાં તાપમાનનો પારો 49 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. બાડમેર, જાલોર સહિત પાકિસ્તાનની સરહદે આવેલા તમામ જિલ્લાઓ લૂથી પ્રભાવિત થયા છે. 25મી મેથી 9 દિવસ સુધી ભારે ગરમી શરૂ રહેશે. વેધર સેન્ટર જયપુરે ગઈ કાલે 22 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

યુપીના 14 શહેરોમાં વાવાઝોડા,  6 જિલ્લામાં હીટવેવ

ઉત્તરપ્રદેશમાં એક તરફ આકરી ગરમી તો બીજી તરફ વાવાઝોડાની સ્થિતિ છે. એવામાં હવામાન વિભાગે 14 શહેરોમાં વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. જયારે રાજ્યના 6 જિલ્લામાં હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે.

 

 

એમપીમાં હીટ વેવ એલર્ટ, બેતુલ, છિંદવાડામાં વરસાદ

મધ્યપ્રદેશમાં 2-3 દિવસથી ગ્વાલિયર-ચંબલ, માલવા-નિમાર, ઈન્દોર, ઉજ્જૈન, ખંડવા, શાજાપુરમાં ભારે ગરમી પડી રહી છે. તાપમાન રેકોર્ડ 44 થી 46 ડિગ્રીને પાર કરી ગયું છે. આથીરાજ્યના અડધા ભાગમાં હીટવેવનું એલર્ટ છે તો બેતુલ, છિંદવાડા, પંધુર્ણા, સિવની, બાલાઘાટમાં પણ આંધી અને વરસાદની ચેતવણી જારી કરી છે.

હરિયાણામાં હીટવેવ એલર્ટ

હરિયાણામાં 3 જિલ્લા સિરસા, મહેન્દ્રગઢ અને રેવાડીમાં હીટ વેવનું રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હીટ વેવ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આ સાથે પંજાબ અને ચંદીગઢમાં પણ હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું

સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના ડેટા મુજબ ભારતમાં છેલ્લા સાત દિવસમાં 150 મોટા જળાશયોમાં પાણીનું સ્તર પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. જેથી અનેક વિસ્તારમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે.

વીજળીની માંગમાં વધારો

ગરમીના કારણે ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 237 ગીગાવોટ (GW) પર પહોંચી ગઈ હતી. આ સપ્તાહની શરૂઆતમાં 234 ગીગાવોટ (GW)ની માંગ હતી. અગાઉ, પાવરની મહત્તમ માંગ સપ્ટેમ્બર, 2023માં 243.27 GW જેટલી ઊંચી હતી. રાજસ્થાનમાં વીજળીની માંગમાં 20 ટકા વધારો થયો હતો. તેમજ દિલ્હીમાં 8 હજાર મેગાવોટ સુધી માંગ પહોંચી ગઈ છે. ત્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ છે.

શાકભાજી અને કઠોળની કિંમતમાં 40 ટકાનો વધારો

બટાટા, ટામેટાં અને ડુંગળીમાં હીટવેવના કારણે હાલ ફુગાવાની સ્થિતિ છે. તેના કારણે ખાદ્યપદાર્થની કિંમતમાં પણ વધારો થયો છે. શાકભાજી, કઠોળ અને અનાજના ભાવમાં વધારાને કારણે એપ્રિલમાં ખાદ્ય ફુગાવો વધીને 8.7 ટકા થયો હતો. માર્ચમાં તે 8.52 ટકા હતો. જે જૂન મહિનામાં પણ વધવાની ધારણા છે.

આ ઉપરાંત મે-જૂન મહિનામાં હીટવેવને કારણે જલ્દી ખરાબ થઈ જતી વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. જયારે જુલાઈ-ઓગસ્ટમાં ફુગાવામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA

Leave a Comment

READ MORE

READ MORE