પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે. તે પહેલા જ માર્કેટ 5 ટ્રિલિયન ડોલરની ઐતિહાસિક માર્કેટ કેપને પાર કરી ચૂક્યું છે. પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે આ માત્ર ટ્રેલર છે, પરિણામ બાદ જ્યારે માર્કેટ એક નવી ઉંચાઈ બનાવશે તો આખી તસવીર સામે આવી જશે. આજે બજાર બંધ થયું ત્યાં સુધી સૌથી વધુ ઉછાળો બેન્ક, ફાઇનાન્સ, ઓટોમોબાઇલ, જ્વેલરી, ફ્યુઅલ અને ટેલિકોમ સેક્ટરના શેરમાં જોવા મળ્યો હતો.
તમે આ વાક્ય ત્યારે સાંભળ્યું હશે જ્યારે તેને થિયેટરમાં કોઈ મૂવીમાં ફિલ્માવવામાં આવી હતી. આજનો સમય સોશિયલ મીડિયાનો છે, તો તમે તેને રીલમાં પણ જોયો હશે. પરંતુ પીએમ મોદીએ ભારતીય શેરબજારમાં થયેલા વધારા અંગે કહ્યું છે કે, આ માત્ર ટ્રેલર છે. પીએમે થોડા દિવસ પહેલા એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે જ્યારે 4 જૂનના રોજ પરિણામ આવશે તો બજાર પોતાની બધી ભાવનાઓને તોડી નાખશે.
નિફ્ટી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ, સેન્સેક્સ 75,000ની સપાટીએ
5 ટ્રિલિયન ડોલરનું બજાર
પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે. તે પહેલા જ માર્કેટ 5 ટ્રિલિયન ડોલરની ઐતિહાસિક માર્કેટ કેપને પાર કરી ચૂક્યું છે. પીએમ મોદીએ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે આ માત્ર ટ્રેલર છે, પરિણામ બાદ જ્યારે બજાર એક નવી ઉંચાઈ બનાવશે તો આખી તસવીર સામે આવી જશે. આજે બજાર બંધ થયું ત્યાં સુધી સૌથી વધુ ઉછાળો બેન્ક, ફાઇનાન્સ, ઓટોમોબાઇલ, જ્વેલરી, ફ્યુઅલ અને ટેલિકોમ સેક્ટરના શેરમાં જોવા મળ્યો હતો. સેન્સેક્સ 75 હજારને પાર, જ્યારે નિફ્ટીએ ઓલટાઇમ હાઇને પાર કર્યો. નિફ્ટીએ 23 મેના કારોબારી સત્રમાં 52 સપ્તાહના ઉપરી સ્તર 22841ને સ્પર્શ કર્યો છે.
Bigg boss OTT 3: સલમાનની તારીખો ન મળી, હવે અનિલ કપૂર હોસ્ટ કરશે બિગ બોસની નવી સિઝન
હોંગકોંગને હરાવવાની રેસમાં ભારત
ભારતીય શેરોમાં આવેલી તેજીને કારણે બીએસઈની માર્કેટ-કેપ 5 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે, જે હવે હોંગકોંગથી નોંધપાત્ર અંતર છે, જેની માર્કેટ-કેપ હાલમાં 5.39 ટ્રિલિયન ડોલર છે. એનએસઈની માર્કેટ-કેપ 5 ટ્રિલિયન ડોલરથી થોડી ઓછી છે, જે 4.95 ટ્રિલિયન ડોલરની નજીક છે. તે મુજબ માર્કેટ-કેપની દ્રષ્ટિએ ભારત અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વિશ્વના ટોચના સ્ટોક એક્સચેન્જની યાદીમાં 5માં નંબરે છે.
જાણકારોને આશા છે કે ચૂંટણી બાદ એક મહિનાની અંદર જ બજાર હોંગકોંગને પાછળ છોડી શકે છે. કારણ કે અત્યારે ભારતીય બજારમાં જે તેજી જોવા મળી રહી છે તે ત્યારે તીવ્ર બનશે જ્યારે કેન્દ્રમાં મજબૂત સરકાર બનશે. એટલે કે ભાજપ દાવો કરી રહી છે તે મુજબ જો મજબૂત જનાદેશ સાથે સરકાર બનાવે છે તો આ રેલી પોતાના તમામ રેકોર્ડ તોડીને એક નવી ઉંચાઈ બનાવી શકે છે.
ગત લોકસભાનું ગણિત શું કહે છે?
ભારતમાં ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી ૧૧ એપ્રિલથી ૧૯ મે દરમિયાન સાત તબક્કામાં યોજાઇ હતી. 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામના દિવસે સેન્સેક્સ 0.76 ટકા તૂટ્યો હતો, પરંતુ બીજા જ દિવસે એટલે કે 24 મેના રોજ 1.61 ટકા વધ્યો હતો. ત્યારે તા.૨૫ અને ૨૬ શનિવાર અને રવિવાર એમ બે દિવસ બજાર બંધ રહ્યું છે. ત્યારબાદ 27 મેના રોજ જ્યારે બજાર ખુલ્યું તો તેમાં 0.63 ટકા અને 28 મેના રોજ 0.17 ટકાનો વધારો થયો હતો. એકંદરે, 23 મે, 2019 ના રોજ ચૂંટણી પરિણામો પછી, બીએસઈ બેરોમીટર પાંચમાંથી ચાર સત્રમાં 3.75 ટકા વધ્યો હતો. ત્યારે એકલા ભાજપને જ 303 બેઠકો મળી હતી, જે સરકાર બનાવવા માટે 272થી વધુ બેઠકો હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA