રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર મેળવવા થોડા દિવસોથી કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપમા મસ મોટી લાંબી લાઈનો લાગે છે સત્તાધિશો દ્વારા છાયડાની અને પાણીની અપૂરતી સુવિધા હોય જે પગલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા જિલ્લા કલેકટર અને સમાજ કલ્યાણ અધિકારીને આ અંગે પ્રમાણપત્ર મેળવવામાં વિદ્યાર્થીઓને વાલીઓને થતી હાલાકી અંગે લેખિત રજૂઆત કરી અધિકારીને રૂબરૂમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા આજરોજ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર મેળવવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આજના છાશના વિતરણ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, ડી.પી. મકવાણા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા, ગૌરવભાઈ પુજારા, દિલીપભાઈ આસવાણી, કૃષ્ણદત રાવલ, જય કારીયા, અશોકસિંહ વાઘેલા, મેરૂનબેન કુરેશી, જીતુભાઈ ઠાકર, નાગજીભાઈ વિરાણી, અમિતભાઈ ઠાકર, સલીમભાઈ કારિયાણી, મનોજભાઈ શુક્લ, ગોપાલભાઈ મારવીયા, હરેશભાઈ પરમાર, મયુરભાઈ શાહ, ગોપાલભાઈ મોરવાડિયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનોએ છાશ વિતરણ વ્યવસ્થામાં જહેમત ઉઠાવી હતી.