કેન્દ્રીય મંત્રી અમિત શાહે બંગાળમાં કહ્યું કે, પીઓકે અમારું અભિન્ન અંગ છે અને અમારી પાસે હશે. તો બીજી તરફ શેહબાઝ સરકારે પીઓકેમાં દેખાવોના ઉકેલ માટે એક કમિટી બનાવી છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન વિરુદ્ધ સતત અવાજ ઉઠી રહ્યા છે. અહીં મોંઘવારીને લઈને દેખાવોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પ્રદર્શનોમાં આઝાદીના નારા પણ લાગ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જે બાદ પાકિસ્તાન સરકાર ભડકી ઉઠી છે. વિરોધ પ્રદર્શન બાદ શેહબાઝ શરીફે ઉતાવળે મુઝફ્ફરાબાદની મુલાકાત લીધી હતી અને પ્રાંતીય સરકાર સાથે બેઠક કર્યા બાદ આ મુદ્દાઓના નિરાકરણ માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.
ચારધામમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ, મંદિર પાસે વિડીયોગ્રાફી કરનાર સામે પોલીસ કેસ કરાશે
બુધવારે પીઓકેમાં લોટ અને વીજળીના ભાવને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને લગભગ 90 લોકો ઘાયલ થયા હતા અને પોલીસ સાથેની અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા. જે બાદ શેહબાઝ સરકારે પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે 83 મિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે.
એક દિવસના પ્રવાસ પર પ્રદેશની રાજધાની મુઝફ્ફરાબાદ ગયેલા શહબાઝે કહ્યું કે લોકોએ પોતાની અસલી માંગો માટે અવાજ ઉઠાવ્યો પરંતુ આ વચ્ચે કેટલાક ઉપદ્રવીઓએ તોફાનો કરાવવાની કોશિશ કરી.
આ છે ભારતનો સૌથી મોટો જમીનદાર, જેની પાસે છે 38 લાખ એકર જમીન
અમિત શાહે શું કહ્યું?
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઝાદીના નારા ગુંજવા લાગ્યા કે તરત જ ભારતમાં ફરી એકવાર પીઓકેને પરત લેવાનો મુદ્દો ઉભો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળના શ્રીરામપુરમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, “2019માં 370 હટ્યા બાદ હવે કાશ્મીરમાં પ્રદર્શન નથી થઈ રહ્યા, હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શન થઈ રહ્યા છે, આઝાદીના નારા લગાવવામાં આવી રહ્યા છે.” અમિત શાહે વધુમાં કહ્યું કે, પીઓકે અમારું અભિન્ન અંગ છે અને આપણી પાસે હશે.
વિદેશ મંત્રીએ પણ આપ્યું નિવેદન
મહારાષ્ટ્રના નાસિકમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીઓકે ભારતનો ભાગ છે અને ન તો પાકિસ્તાન કે ન તો તેનો પડોશી પીઓકે પર પોતાની સંપ્રભુતાનો દાવો કરી શકે છે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે 1962ના યુદ્ધ બાદ પાકિસ્તાને ચીન દ્વારા કબજા હેઠળનો આશરે 5,000 કિમીનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. તેમણે વધુમાં કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે તમે ત્યાં કબજો કરી રહ્યા છો, પરંતુ પીઓકેની માલિકી અમારી છે.