ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. ત્યારે તમારા મનમાં સવાલ હશે કે, ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? સૌથી મોટો ‘જમીનદાર’ કોણ છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. ત્યારે તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ?
ગવર્નમેન્ટ લેન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ (GLIS)ની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે. જેમની પાસે લગભગ 15,531 ચોરસ કિલોમીટર એટલે કે 38 લાખ એકર જમીન છે.
આ જમીન પર 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ, 51 મંત્રાલયો અને દેશના મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો આપણે મંત્રાલય મુજબના આંકડાઓ જોઈએ તો સૌથી વધુ જમીન રેલવે પાસે છે. ભારતીય રેલવે 2926.6 ચોરસ કિલોમીટર જમીન ધરાવે છે. આ પછી સંરક્ષણ મંત્રાલય અને કોલસા મંત્રાલય આવે છે.
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો બનાવ સામે આવ્યો
વિશ્વમાં ઓછામાં ઓછા 50 દેશો એવા છે કે જેઓ ભારત સરકાર કરતા ઓછી જમીન ધરાવે છે. જેમ કે, કતાર (11,586 sqk), જમૈકા (10,991 sqk), લેબનોન (104,52 sqk), ગામ્બિયા (11,295 sqk), સાયપ્રસ (9સ251 sqk), બ્રુનેઇ (5સ765 sqk7), સિંગાપોર (726 sqk) વગેરે.
T20 world cup: ટીમ ઇન્ડિયા રમશે મહત્વની મેચો, રોહિત-દ્રવિડ લેશે તૈયારીઓનો તાગ
આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોનું સંચાલન કરે છે. દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનું સંચાલન કરે છે.