સૌના સાથ સહકાર અને સંમતિથી નાફેડના ડિરે
દેશની સૌથી મોટી સહકારી સંસ્થાની ચૂંટણીમાં પક્ષે અન્ય કોઇને મેન્ડેટ આપ્યો હોત તો હું પણ ખસી જાત :
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા નાફેડના ડિરેકટર તરીકે સૌરાષ્ટ્રના આગેવાન અને પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારે સંમતિથી ફોર્મ પાછા ખેંચ્યા છે અને સૌરાષ્ટ્ર-ગુજરાતના સહકારી ક્ષેત્રમાં અસ્તિત્વની લડાઇનો કોઇ પ્રશ્ન નથી તેવું તેઓએ જણાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દર પાંચ વર્ષે આ સંસ્થાની ચૂંટણી થાય છે અને તા.21ના રોજ મતદાન હતું. દેશભરમાં 556, ગુજરાતમાં ર98 અને તે પૈકી 198 મત તો સૌરાષ્ટ્રમાં છે. તેમાં પણ સૌથી વધુ મતદારો રાજકોટ અને મોરબી વિસ્તારમાં છે.આ સંજોગોમાં સહકારી આગેવાનોએ મળીને આ બેઠક પર તેઓ બિનહરીફ થાય તેવો નિર્ણય કર્યો હતો. પૂરા દેશમાંથી 21 ડિરેકટર હોય છે.
ગુજરાતમાંથી બીજા ડિરેકટર ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ પણ બિનહરીફ થયેલા છે. આ સંસ્થામાં વલ્લભભાઇ, રમણીકભાઇ ધામી જેવા દિગ્ગજોએ સેવા આપી છે. ઇફકોમાં બનેલી ઘટના અંગે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં લડાઇ ન હોય. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના આગેવાનોએ શાંતિથી સર્વસંમત રીતે આ ચૂંટણી બિનહરીફ કરવા મન બનાવ્યું હતું. મેન્ડેટનો નિર્ણય પક્ષ લે છે જો અન્ય કોઇ સભ્યને મેન્ડેટ મળ્યો હોત તો તેઓ પણ ફોર્મ પાછું ખેંચી લેત. ઇફકોમાં ચૂંટણી લડનારા તમામ લોકો પક્ષના જ સહકારી આગેવાનો છે. આ સંસ્થામાં બિનહરીફ ચૂંટાવાનું તેમને ગૌરવ છે. 2014 માં જયારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને તેઓ કૃષિ મંત્રી બન્યા ત્યારે કોંગ્રેસે મુકેલી નાફેડ બંધ કરવાની ફાઇલ ધ્યાન પર આવી હતી. તેઓએ તુરંત આ વાત વડાપ્રધાનના ધ્યાને મુકી હતી. દેશમાં સૌથી વધુ ખેતપેદાશોની ખરીદી કરતી આ સંસ્થા ખોટમાં હતી. વડાપ્રધાને આ સંસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને ગત વર્ષે આ સંસ્થાએ 250 કરોડનો નફો કર્યો છે. નારાજગી અંગે તેમણે કહ્યું હતું કે પોતે કયારેય નારાજ થયા નથી. સૌએ સાથે મળીને તેમને બિનહરીફ થવાનું સૂચન કર્યુ હતું અને તે મુજબ સૌની સંમતિથી આ ચૂંટણી બિનહરીફ થઇ છે.