September 20, 2024 2:53 pm

trail of the person who emailed to plant bombs in Ahmedabad schools was found success for the investigating agencies

અમદાવાદઃ દિલ્હી બાદ અમદાવાદ અને અમદાવાદ જિલ્લાની 36 સ્કૂલોમાં મળેલા ધમકી ભર્યા ઈમેલથી બીડીડીએસ અને અન્ય એજન્સીએ તપાસમાં લાગી હતી. તપાસના અંતે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ નહીં મળી આવતા રાહતનો શ્વાસ ચોક્કસથી લીધો હતો. પરંતુ આ શંકાસ્પદ હિલચાલ પાછળ માસ્ટર માઇન્ડ કોણ હોઈ શકે છે તે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો કેટલાય દિવસથી તપાસમાં લાગી હતી. આખરે આ મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે ડિકોડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચની ટિમને સફળતા મળી છે.

આ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મેઇલ રશિયન ડોમેન mail.ru પરથી કરવામાં આવેલ અને તોહીદ લિયાકત નામના ઈસમે કર્યો હતો. ગુજરાતમાં ચૂંટણી પહેલા મતદારોમાં ભય ફેલાવાના હેતુસર કરવામાં આવેલા આ મેઇલથી તમામ શાળાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રશિયન ડોમેઇન પરથી મેઈલ થયાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે રશિયન ડોમેઈનનો ઉપયોગ કરી પાકિસ્તાનના ફેસલાબાદ જિલ્લામાંથી આ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવી રહ્યાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે અને મેઈલ આઈડી માટે પાકિસ્તાનનો નંબર રજીસ્ટર થયેલો સામે આવ્યો. 36 સ્કૂલોને ધમકીભર્યા મેઈલ tauheedl@mail.ru પરથી આવેલો જેથી પ્રાથમિક તબક્કે ISI એ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.

કેમ કે પ્રધાનમંત્રી અમદાવાદમાં મતદાન માટે આવવાના હતા તે અગાઉના દિવસે જ આ ધમકીભર્યો મેઈલ સ્કૂલોમાં મળતા સ્વાભાવિક રીતે માહોલ ખરાબ થયો હતો. જોકે BDDSની ટીમે તમામ સ્કૂલોમાં જઇ તપાસ કરતા ક્લિયરનર્સ મળ્યું અને પોલીસે સ્થિતિ સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. ચૂંટણી અગાઉ એક દિવસ પહેલા માહોલ બગડી શહેરમા વોટીંગ ઓછું થાય તે માટેનું આ ષડયંત્ર હોવાનું મનાઈ રહ્યું છે.

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અલગ અલગ સમયે  ભારત વિરોધી પ્રવૃત્તિ થતી જોવા મળી છે. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ એજન્સીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા લેખિતમાં જાણ કરશે. મહત્વનું છે કે તપાસ દરમ્યાન પોલીસને તૌહિદનું અન્ય એક પર્સનલ ઇ મેઈલ આઈડી પણ મળી આવ્યું છે તેની હવે ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરશે.

ધમકીભર્યો મેઈલ કરનાર પોતાના અલગ અલગ સોશિયલ મીડિયા આઈડી વાપરતો જેમાં અદાન તોફિક , તોહિદ લિયાકત, હમદા જાવેદ નામથી ભારત વિરોધી પોસ્ટ કરતો રહેતો. પોસ્ટ અને મેઈલ બ્રોડબેન્ડ નંબર NAYTEL કંપનીમાં રજીસ્ટર હતા જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટિમે નંબરની તપાસ કરતા મોટા ખુલાસા થયા છે.

માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના આર્મી ઓફિસર સાથે સંકળાયેલો આ નંબર તૌહિદ ચલાવે છે. જેમાં એનક્રિપ્ટેડ ચેટગ્રુપ બનાવી ગ્રુપમાં કટ્ટરતા ફેલાવવાની સામગ્રી અપલોડ કરતો હોય છે. આ ઉપરાંત HotMail, ShareNow, Shnapchat સહિતની એપ્લીકેશનનો ઉપયોગ થઇ રહ્યો છે. tauheedl નામના આઈડીની તપાસમાં  Hammad javedનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ મળી આવ્યું.

આ x એકાઉન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસરનું ID છે, જેમાં આવા પ્રકારના વીડિયો અપલોડ કરાયા છે. ધમકી ભરેલા મેઈલ એક અફવા તરીકે લેવામાં આવ્યા છે. તોહીદ લિયાકત નામનો વ્યક્તિ  પાકિસ્તાનમાં અન્ય નામે પણ એકાઉન્ટ અહમદ જાવેદ તરીકે પણ ઓળખ આપી પોસ્ટ કરતો રહેતો. એટલું જ નહીં દેશની અન્ય એજન્સીની તપાસમાં પણ અગાઉ તૌહિદનું નામ ખુલેલુ હતું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE