રાજકોટ: ત્રણ વર્ષ પૂર્વે લવમેરેજ કરનારી 22 વર્ષીય પરણીતા સાથે બે દિવસ પૂર્વે પતિ તેમજ બે ભાણેજ અને પતિના મિત્ર દ્વારા વારાફરતી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ઘટના સામે આવી છે. શારીરિક સંબંધ બાંધ્યા બાદ પરિણીતાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે 22 વર્ષીય પરણીતા દ્વારા પોતાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક ખાતે આઇપીસી 376 (D), 323, 114 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર પરણીતા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તેમજ હાલ તેને દોઢ વર્ષની દીકરી પણ છે. બુધવારના રોજ પતિ સહિતના ચાર જેટલા વ્યક્તિઓએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી માર મારતા રાજકોટ શહેરની જનાના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. તેમજ પરણીતાને ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. પરણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ચારેય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
સાત દિવસ પડશે વરસાદ, જાણો તારીખ સાથેની હવામાન વિભાગની આગાહી
મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનારની માતાએ જણાવ્યું હતું કે, દીકરીએ ત્રણ વર્ષ પૂર્વે રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જેના કારણે મેં તેની સાથે સંબંધો પૂરા કરી નાખ્યા હતા. કેતન દારૂનો ધંધો કરતો હોવાથી ઘરમાં અનેક લોકો આવજાવ કરતા હતા. અવારનવાર નાની નાની વાતમાં પુત્રીને માર મારી શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
દરમિયાન પુત્રીએ ફોન કરીને જણાવ્યું હતું કે, જમાઈ તેમજ તેના બે ભાણેજ અને તેના મિત્ર દ્વારા શારીરિક સંબંધ બળજબરીપૂર્વક બાંધવામાં આવ્યો છે. તેમજ ત્યારબાદ પટ્ટાવડે માર પણ મારવામાં આવ્યો છે. જેથી હું જુનાગઢથી સીધી રાજકોટ આવી પહોંચી હતી. ત્યારબાદ દીકરીને લઈને ઝનાના હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર